મોરબીના જેતપર ગામે વાડી વિસ્તારમાં રહેતી શ્રમિક મહિલાએ પરણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે દિપક ભગતની વાડીએ રહેતા રીંકલબેન સરતાનભાઈ ઉર્ફે વાગેશ ઈસલાભાઈ ઉર્ફે ઈશ્વરભાઈ નાયકા (ઉ.વ.૧૯)વાળાની માતા કોઈને કહ્યા વગર જતી રહેલ હોય જે બાબતે રિંકલબેનને મનોમન લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. જેથી પ્રથમ સારવાર અર્થે મોરબીની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી. જ્યાથી વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં ગઇકાલના રોજ સારવાર દરમ્યાન રિંકલબેનનું મોત નિપજ્યું હતું. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રીંકલબેનનો લગ્નગાળો ચાર મહિનાનો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.