Tuesday, April 22, 2025

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી 15 લાખ ભરેલા થેલાની લૂંટ : બે ઈસમો રાજકોથી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક સવારે અગિયારેક વાગ્યાના અરસામાં ચીલઝડપનો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર યુવાનને ‘તમારા રૂપિયા નીચે પડી ગયા છે’ તેમ કહીને ગઠિયો રૂપિયા 15 લાખ ભરેલું બેગ લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવના બંને આરોપીઓને ગણતરીની કલાકોમાં રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસે આરોપી પિતા પુત્રને રાજકોટના સિવિલ ચોકમાંથી ઝડપી પાડ્યા છે જયારે અન્ય બે ઇસમોનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ ચંદુભાઈ સંઘાણી નામના 32 વર્ષીય યુવાન જેનું માળીયા મિંયાણા નજીક લેમિનેટનું કારખાનું હોય અને ટાઈલ્સ ટ્રેડિંગના વ્યવસાય સાથે પણ સંકળાયેલ હોવાથી તેની વેન્યુ કાર (GJ-36-R-9134) લઈને જુના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીમાં તેમની ચેકબુક આવેલી હોય તે ચેકબુક લેવા માટે આવ્યા હતા અને તેને કારમાં વેપારના 15 લાખ ઉપરાંતની રકમનો થેલો રાખેલ હતો. આ દરમિયાન એક અજાણ્યાં તરૂણે આવીને રાકેશભાઈને કહ્યું કે તમારા રૂપિયા નીચે પડી ગયા છે જેને લઈને વેપારીનું ધ્યાન ભટકી જતા ગઠિયો ગાડીની પાછળની સીટમાં રાખેલ રૂપિયાનો થેલો લઈ નાસી છૂટ્યો હતો જેને લઈને મોરબી સીટી એ ડિવિઝન, ડી સ્ટાફ અને એસઓજી ટીમને જાણ કરવામાં આવતા પોલીસે તજવીજ હાથ ધરી હતી. આ ઉપરાંત ઘટનાસ્થળની આસપાસ ચાર જેટલા શંકાસ્પદ ઈસમો જોવા મળ્યા હતા જેમાંથી બે ઈસમો સુબ્રમણ્યમ સુધયા નાયડુ (ઉં.વ. 50) અને ગણેશ સુબ્રમણ્યમ નાયડુ (ઉં.વ. 18) ને રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે રાજકોટના સિવિલ ચોકમાંથી ઝડપી લીધા છે જયારે શીંગા અંગણસ્વામી નાયડુ અને જય વિનોદ નાયડુનની સંડોવણી ખુલતા આ બંને શખ્સોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW