મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે આ કામના ફરિયાદી વાળો વારતા હોય ત્યારે અહીં કેમ સાફ કરે છે આ વાળો અમારો છે તેમ કહી ફરિયાદીને ગાળો આપી માર મારવામાં આવ્યો હોય ત્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે રહેતા શૈલેષભાઈ ઉર્ફે સંજો જયંતીલાલ હમીરપરા (ઉ.વ.૨૭) એ આરોપી દેવજીભાઈ મનજીભાઈ સનુરા, પ્રવીણભાઈ દેવજીભાઈ સનુરા તથા પુનિતભાઈ દેવજીભાઈ સનુરા રહે. બધા જીવાપર (ચકમપર) ગામ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના વાડામા સાફ સફાઇ કરતા હોય ત્યારે આરોપી આવી આ વાડો અમારો છે તુ કેમ સાફ કરેશ તેમ કહી ફરીયાદિને ગાળો આપી બોલાચાલી કરતા આરોપીઓએ ફરીયાદિને પકડી રાખી માથામા કુહાડી મારી તથા પગમા પાઇપ મારી ફેકચર જેવી ઇજા કરી ફરીયાદિના ભાઇ સાહેદ રસીકભાઇને જમણા હાથમા તથા વચ્ચલી આંગળીમા તથા માથાના પાછળના ભાગે લોંખડનો પાઇપ મારી મુંઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.