મોરબીના જીવાપર ગામે સિરામિક એકમમાં લેબર કવાર્ટરના બીજા માળેથી અકસ્માતે પડી જતા તરુણનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરવામાં આવી છે.
મોરબીના જીવાપર ગામે આવેલ લુફટેન સિરામિક એકમમા રહીને કામ કરતા અને મૂળ ઉતર પ્રદેશના વતની ગયાભાઈ કુશવાહાનો ૧૩ વર્ષનો પુત્ર સુજીત કારખાના લેબર કવાર્ટરના બીજા માળેથી અકસ્માતે પડી જતા તેને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.