મોરબીના જસમતગઢ ગામે આવેલ એંન્ટોનોવા ટાઇલ્સ કારખાનામાં શ્રમિક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના જસમતગઢ ગામની સીમમાં આવેલ એંન્ટોનોવા ટાઇલ્સ કારખાનામાં કામ કરતો અને મુળ પશ્ચીમ બંગાળના ભિકુબાર પરગણાનો દેબપ્રસાદ ગયાપ્રસાદ દેય (ઉ.વ.31) ગત તા.06 ના રોજ એંન્ટોનોવા ટાઇલ્સ કારખાનામાં લેબર કોલોનીની ઓરડીમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.