મોરબીના ચાચાપર ગામે યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ચાચાપર ગામે રહેતા ૨૨ વર્ષીય પીન્ટુભાઈ હરમાભાઈ છપનીયાએ ગઈ કાલના રોજ કોઇ કારણોસર ગળોફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. જેની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.