Wednesday, April 23, 2025

મોરબીના ઘુટું કોવિડ કેર સેન્ટરમાં 50 બેડનો વધારો કરાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ સરકારી.પોલી ટેક્નિકલ કોલેજમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાના પ્રકોપને કારણે વધુને વધુ દર્દીઓને સારવાર આપી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કોવિડ કેર સેન્ટરમાં વધારાની ૫૦ બેડની ક્ષમતા ઉપલબ્ધ કરવામાં આવી છે.

મોરબીમાં ગત વર્ષે જ કોરોના મહામારી વકરતા ઘૂટું ગામ પાસે આવેલ સરકારી પોલી ટેક્નિકલ કોલેજમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું. થોડા સમય અગાઉ કોરોના અંકુશમાં આવતા અને દર્દીઓ ઘટવાથી ઘૂટું ગામ પાસેનું કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું. કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવતા ઘૂટું ગામ પાસેનું કોવિડ કેર સેન્ટર ફરી શરૂ કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાને લઈને હવે આ કોવિડ કેર સેન્ટરમાં ૫૦ બેડનો વધારો કરવામાં આવ્યો છે. તેથી, હવે કુલ ૧૦૦ બેડની સુવીધા થઈ છે.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW