મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને રોકડ રૂ.૩૧,૭૦૦ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.
મોરબી તાલુકા પોલીસને ઘુંટુ ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળી હોય જેથી બાતમી આધારે પો.હેડ.કોન્સ જે.પી.વસીયાણી સહિતની પોલીસ ટીમે ઘુંટુ ગામે રેડ કરી હતી. અને ઘુંટુ ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા રમેશભાઇ મોમૈયાભાઇ સાલણી, રમેશભાઇ મોમાભાઇ ઇંગોરા, હિતેશભાઇ ધીરૂભાઇ ઉડેચા, હિતેશભાઇ પુંજાભાઇ ઉડેચા, દિનેશભાઇ પ્રભુભાઇ સાંથલીયા એમ પાંચેય આરોપી પાસેથી જુગારની રોકડ રકમ રૂ.૩૧,૭૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.