મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે અલખધણી ગૌશાળા દ્વારા આગામી તા.8 જાન્યુઆરી 2022ને શનિવારથી તા.14 જાન્યુઆરી 2022ને શુક્રવાર સુધી રામદેવ રામાયણ કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગૌમાતાની સેવાના લાભાર્થે તથા વિશ્વ શાંતિ, માનવ કલ્યાણ અર્થે આયોજિત આ કથાના વ્યાસપીઠ પર મહાગજ્ઞના વક્તા બાળવિદુષી રતનબેન ગુરુ ભાવેશ્વવરીબેન બિરાજી પોતાની દિવ્યવાણીમાં ભક્તિભાવથી સંગીતમય ગથાનું અમૃતપાન કરાવશે. આ ધર્મ કાર્યનો સર્વેને લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.
કથાના પ્રથમ દિવસે પોથી યાત્રા બપોરે 3 કલાકે યોજાશે, બીજા દિવસે તારીક 9 જાન્યુઆરીના રોજ નંદ મહોત્સવ, તારીખ 10 જાન્યુઆરીના રોજ રામદેવજી મહારાજ પ્રાગટ્ય, તારીખ 11 જાન્યુઆરીના રોજ ભૈરવ ઉદ્ધાર, તારીખ 12 જાન્યુઆરીના રોજ રામદેવજી મહારાજના વિવાહ, તારીખ 13 જાન્યુઆરીના રોજ પાટનો મહિમા, ગત ગંગાના ભક્તોની કથા અને અંતિમ દિવસે 14 જાન્યુઆરીના રોજ રામદેવજી મહારાજીની સમાધિ સહિતના પ્રસંગો ઉજવાશે. આ ઉપરાંત 8 જાન્યુઆરીના રોજ રાત્રે 8 વાગ્યે રાસંગપર રામા મંડળ દ્વારા રામા મંડળ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમજ તારીખ 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સવારના 5 થી સાંજના 5 વાગ્યા સુધી ધુન રાખવામાં આવી છે.