મોરબીમાં રહેતા યુવાનની ગુંગણ ગામે આવેલ અને સાંથણીમાં મળેલ જમીન પર ગુંગણ ગામના ધર્મેન્દ્રસિંહ નામના શખ્સે કબ્જો કરી પચાવી લીધી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પરશુરામ પોટરી પાછળ રહેતાં જગજીવનભાઇ લક્ષ્મણભાઇ જાદવ (ઉ.વ.૩૪) એ આરોપી ધર્મેન્દ્રસિંહ મીઠુભા જાડેજા (રહે.ગુંગણ તા.જી.મોરબી) વિરૂધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરિયાદી જગજીવનભાઇ જાદવની મોરબી તાલુકા અનુસૂચિત જાતિ સમુદાયક ખેતી સહકારી ખેતી સહકારી મંડળીને મળેલ મોરબી તાલુકાના ગુંગણ ગામના સર્વે નં.૩૮૦ પૈકીની ૨૫ એકર ૧૪ ગુંઠાવાળી સાંથણીની જમીનમાં આરોપી ધર્મેન્દ્રસિંહએ સને.૨૦૧૭થી અનઅધિકૃત રીતે કબ્જો કરી આજદીન સુધી કબ્જો કરી ફરિયાદીને માર મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ પરથી આરોપી વિરૂધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.