મોરબી તાલુકાના ગાળાથી શાપર જતા રોડ પર ૧૨ મીટર પહોળાઈનો નવો બ્રીજ રૂ ૪.૨૫ કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યો છે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના સાર્થક પ્રયત્નોથી બ્રીજ મંજુર થયો હોય જેથી આગેવાનોએ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે
મોરબી તાલુકાના ગાળાથી શાપર જતાં રસ્તાનું કામ અગાઉ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાઍ જોબ નંબર મેળવીને મંજુર કરાવ્યું હતું જે રોડનું કામ પૂર્ણ થયેલ છે. પરંતુ વચ્ચે જે પુલ આવતો હતો તે પૂલ જર્જરીત થઇ ગયેલ હોય જેના સ્થાને નવો પુલ બાંધવાની જરૂરીયાત ઉભી થતાં આ અંગે ક્ષેત્રિય ઇજનેર પાસેથી વિગતે આ પુલના નકશા-અંદાજા તૈયાર કરાવી, સતત ફોલોઅપ લઈને માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી સુધી આ જર્જરીત પુલ અંગે માંગણી રજૂ કરી, ૧ર મીટરની પહોળાઇના રૂ.૪.રપ કરોડ(સવા ચાર કરોડ) ના ખર્ચે આ પુલ માર્ગ અને મકાન વિભાગે મંજુર કર્યો છે.
જે બદલ મંત્રી બ્રિજેશ મેરજાનો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, સીરામીક ઍસોસીઍશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા તેમજ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાઍ આભાર વ્યકત કર્યો હતો. આમ, મોરબી-માળીયા(મી) વિસ્તારના તાજેતરમાં વિકાસના અનેક કામ મંજુર થયા તે માટે રાજય મંત્રી બ્રિજેશ મેરજાની સતત જહેમત ફળી રહી છે.