મોરબીના ગાંધીચોકમાં ચલણી નોટ નંબરીનો જુગાર રમતા બે ઇસમને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના ગાંધીચોક વિસ્તારમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા અજીતભા મેધાભા જુવા (રહે.વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી) અને શનીભાઈ અંનતરાય શાહ (રહે.વાઘપરા શેરી નં.2 મોરબી)ને રોકડ રકમ રૂ.2550 સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. બન્ને વિરૂધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.