મોરબીના ક્રિષ્ના હાર્ડવેરના પ્રદિપ બોખાણીએ ખોવાયેલ પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું
મોરબી: આજના આધુનિક યુગમાં ચીટર ચોર ટોળકી દ્વારા લોકો ના ગુંજા હળવા કરી છેતરપિંડી કરવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. ત્યારે આજની આ કારમી મોંઘવારીમાં હજુ માનવતા જીવિત હોય તેવી ઘટના મોરબીમાં પ્રકાશમાં આવી છે. સામાન્ય પરિવારના યુવાનનું આજે રોકડ રૂપિયા સાથે મહત્વના ડોક્યુમેન્ટ્સ સાથેનું પાકીટ ક્રિષ્ના હાર્ડવેરના માલિકને મળી આવ્યું હતું જે મૂળમાલિકને પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોરબીના નવલખી રોડ પાછળ લાયન્સ નગર મેઈન રોડ પર ક્રિષ્ના હાર્ડવેર નામની દુકાન ધરાવતા પ્રદિપભાઈ રમેશભાઈ બોખાણીને આજે સવારે રોડ પરથી પાકીટ મળી આવ્યું હતું. જે પાકીટમાં રોકડ રકમ સાથે મહત્વના ડોક્યુમેન્ટ હોય જેથી ડોક્યુમેન્ટના આધારે તપાસ કરી પાકીટ મોરબીના ભીમરાવનગરમાં સન રાઈઝ પાર્ક સામે વીસીપરામાં રહેતા અશોકભાઈ જીવરાજભાઈ પરમારનું હોય તેમનો સંપર્ક કરી અશોકભાઈને પાકીટ હાથો હાથ આપીને પોતાની માનવતા અને એક ઉદારણ પુરૂ પાડ્યુ કે પૈસાની કોઇ ઇજત નથી જે કાંઇ છે તે સંસ્કાર અને પોતાના લોહીના ગુણ હતા કે પ્રદિપભાઈ બોખાણી જેવા વ્યક્તિ એ સામાન્ય મધ્યમ વર્ગના હોવા છતાં પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડી અન્ય માટે પ્રેરણારૂપ બન્યાં છે, એ વાતને કોઈ શંકાને સ્થાન નથી.