મોરબીમાં ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે. હાલ મોરબી જિલ્લામાં કોરોના વાયરસનાં કારણે કોવિડ-19ના કેસ સતત વધતા જિલ્લાની શાળાઓ તથા જાહેર સ્થળોમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા કોરોના વિશેની માહિતી વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિસ્તૃત જાણકારી મળે એ હેતુથી બેનર અને પોસ્ટર બનાવ્યા છે. જેમાં 16 પ્રકારનાં બેનર તથા 130 જેટલી માહીતી આપવામાં આવી છે.
ત્યારે લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં મોરબી નગર પાલિકા સંચાલિત કેશર બાગ ખાતે કોરોના અંગે જાગૃતિ લાવવા માટે ચાર્ટ- પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોસ્ટર પ્રદર્શન માટે મોરબી નગરપાલિકાના નીરંજનભાઈ ભટ્ટ અને સ્ટાફે સારી વ્યવસ્થા કરી આપી હતી. જે બદલ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ.એમ.ભટ્ટ અને દીપેન ભટ્ટે નગરપાલિકા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.