મોરબીના કેરાળા (હરીપર) ગામે યુવકનું દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેતા અનસીંગ કસરીયાભાઇ ભુરીયા (ઉ.વ.૪૦) ગત તા.૨૧ના રોજ પોતાની ઘરે દાઝી જતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગઇકાલે અનસીંગનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.