Friday, April 4, 2025

મોરબીના કવિ જલરૂપે ગોલ્ડ મેડલ સાથે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ ૨૬ જાન્યુઆરી નિમિતે દેશ પરદેશ આંતરરાષ્ટ્રીય મેગેઝિન દ્રારા દેશ ભક્તિ અને શોર્ય ગીત કાવ્ય લેખનની સ્પર્ધા મેગેઝિન એમ્બેસેડર ઈવાબેન પટેલ અને મેગેઝિનના કમિટી મેમ્બર્સ દ્રારા યોજવામાં આવેલી તેમાં ૨૨ દેશના અનેક સર્જકોએ પોતાના કાવ્યો મોકલાવેલા તેમાં મોરબીના યુવા કવિ જલરૂપે દ્વિતિય સ્થાન મેળવ્યું હતું અને ટૂંકા ગાળામાં ‘કાવ્ય અમૃત’ પુસ્તકરૂપે પ્રકાશિત થશે.

આ સ્પર્ધા અને બુકને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાએ રેકોર્ડ કરી છે તે અંતર્ગત મોરબી જિલ્લાના યુવા કવિ જલરૂપનું નામ સાહિત્ય જગતમાં પ્રસિદ્ધિ પામતા તેઓ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા હોલ્ડર વિથ ગોલ્ડ મેડલ બન્યા છે. વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા તરફથી તેઓને ગોલ્ડ મેડલ, રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. પરમાર રૂપેશ નાનપણથી જ કાવ્યો લખે છે જે જલરૂપના ઉપનામથી ખ્યાતનામ થયા છે અને તેઓએ ૧૮ વર્ષ સુધી યુવા મહોત્સવમાં ભાગ લીધેલ છે.

કવિ જલરૂપે ગઝલ લેખન, કાવ્ય લેખન, નિબંધ લેખન, એકપાત્રીય અભિનય, સર્જનાત્મક કળા, પાદપૂર્તિ, ચિત્રકળા વગેરે સ્પર્ધામાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ તેમજ રાજયકક્ષાએ નંબર મેળવ્યા છે ને આજે તે યુવા મહોત્સવમાં નિર્ણાયક તરીકે સેવા આપે છે. ૨૦૧૯ માં તે મોરબી રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે જે હાલ ૨૨ જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તે પર્યાવરણ પરિવાર ચલાવે છે. પુસ્તક પરબ મોરબીના પણ સભ્ય છે. ૨૦૧૯ માં તેનું પ્રથમ અછાંદસ કાવ્ય સંગ્રહ ‘આઈ લવ મી’ પુસ્તક પ્રકાશિત થયું હતું અને ટૂંકા સમયમાં ‘દીકરીને દુર્ગા બનાવો’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થશે. કવિ જલરૂપે આ બધો શ્રેય તેમના માતા નર્મદાબેન અને તેમના પત્ની ધર્મિષ્ઠાબેનને આપ્યો છે.

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW