મોરબીના ધુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે બાવળિયા હનુમાન મંદિરને એક વર્ષ પુર્ણ થતાં હનુમાનજીના સાંનિધ્યમાં પાટોત્સવ નિમિત્તે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રી સંદિપભાઈ પંડ્યા (રાજપરવાળા) દ્વારા વૈદિક પદ્ધતિ અનુસાર યજ્ઞ પુર્ણ કરાવ્યો હતો. યજ્ઞમાં સત દેવીદાસ ગૌ સેવા ગ્રુપને વિનુભાઇ ઘોડાસરા તથા તેમના પત્ની માલતીબેન ઘોડાસરા બિરાજમાન થયા હતા.
કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં બાવળિયા હનુમાન મંદિરનું સ્થાપનાને એક વર્ષ પુર્ણ થવાની સાથે કેન્દ્રમાં ચન્દ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેને પણ એક વર્ષ પુર્ણ થતાં ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે યજ્ઞમાં ઉપસ્થિત ભક્તોએ સમુહ ભોજન લીધુ હતું.
