આંદરણા ગામ માં ફૌજી યુવાન ની યશસ્વી કારકિર્દી પૂર્ણ થતાં માતૃભૂમિમાં દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું.
“બહુત કમ લોગ હોતે હૈ જીનકે હિસ્સે મેં યે મકામ આતા હૈ ખુશનસીબ હોતા હૈ વો ખુન જો દેશ કે કામ આતા હે.”

આંદરણા ગામનો આવો જ એક ફોજી યુવાન સંજય બાબુલાલ મારવણીયા કે જે પોતાની 20 વર્ષ યશસ્વી રીતે મા ભારતી ની સેવા કર્યા બાદ માતૃભૂમિના આંગણે પાછા ફરતા આંદરણા ગામે તેનો દેશભક્તિ સભર વાતાવરણમાં સત્કાર કરવા માટે આખું ગામ ઉમટયું હતું.

અને પોતે દેશના અલગ અલગ વિસ્તારો જેવા કે લેહ લદાખ, જમ્મુ કાશ્મીર ,દિલ્હી ,ભટિંડા,અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ જેવા ભારત વર્ષના અલગ અલગ વિસ્તારોમાં પોતે બજાવેલી ફરજોનું સંસ્મરણ કર્યું હતું. આ તકે સંજયભાઈ મારવણીયા ના સગા સંબંધીઓ, મિત્રો, અને આત્મીયજનો તેમને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યા માં આવ્યા હતા.
