સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામા રહેતા નરેશભાઈ ખુશાલભાઈ મકવાણા (ઉ.વ.૪૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ સિનેમા સામેથી ફરીયાદીનો મોટોરોલા કંપનીનો g84 5G મોબાઇલ ફોન જેની કિંમત રૂ. ૧૯,૦૦૦ વાળો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.