મોરબી: મોરબીનાં વીસી પરામાં રહેણાંક મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાશી છુટેલા બે શખ્સોને પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મગનભાઈ ધોળાભાઈ કુરીયાના રહેણાંક મકાનમાં ચોરી થતાં આરોપી જુસબ ઉર્ફે જુસો જાકમભટ્ટી અને સાહિલ અબ્બાસ કટીયા સામે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬ના રોજ આરોપીઓએ મગનભાઈના બંધ મકાનની છત પર આવેલ દરવાજો તોડી અંદર પ્રવેશી કબાટમાં રહેલ સોના ચાંદીના દાગીના સાંકળા નંગ-૦૨, પુરુષ ને હાથમાં પહેરવાની લક્કી મળી આશરે કિં.રૂ.૨૨,૦૦૦ તથા સ્ત્રીઓના કાનમાં પહેરવાની બુટુ નંગ-૦૧,નખલી નંગ-૦૩ જેની આશરે કિં.રૂ.૧૮,૦૦૦ જે મળી કુલ કિંમત રૂ.૪૦,૦૦૦ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા. મોરબી બી ડિવિઝન પોલીસે બનાવની ફરીયાદનાં આધારે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.