મોરબી: મોરબી તાલુકાના લગધીરપુર ગામની સીમમાંથી દોઢ વર્ષની બાળકીનું એક શખ્સ અપહરણ કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી.
મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર ગામની સીમમાં આવેલ સોરીસો સીરામીક કારખાનાના મજુર ક્વાર્ટરમાં રહેતા આશાબેન મુકેશભાઈ બડોલે (ઉ.વ.૨૪)ની દોઢ વર્ષની દીકરી કારખાનમાં હોય દરમ્યાન આરોપી મનોજભાઈ કારખાનામાંથી રૂમે લઇ જવાના બહાને લઈ જઈ વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ બાળકીની માતાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી.