મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં જુના ઝઘડાનો ખાર રાખીને યુવક પર એક શખ્શે ઢીકાપાટુનો માર મારી છરી વડે હૂમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળ આવેલ રણછોડ નગર પાસે રહેતા શહેઝાદભાઈ અનવરભાઈ બુખારી (ઉ.વ.30) નામના યુવાને આરોપી ઇમરાન ઉર્ફે ચકલી (રહે.મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરિયાદી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં હતા તે સમયે આરોપીએ ફરિયાદીના કાકા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.