મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી.આથી હાલ પોલીસે બે શખ્સો સામે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે ગામમાં રહેતા મનીષ દેવશીભાઈ લાંબરીયા અને વિપુલ વાલાભાઈ ગમારા નામના શખ્સોએ અવાર નવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જે બાદ સગીરાને ગર્ભ રહી જતા આરોપીઓનું કુકર્મ સામે આવ્યું હતું. આ બનાવ અંગે સગીરાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૬ ડી,૫૦૬ (૨) તેમજ પોકસો એક્ટ કલમ ૫(એલ) (જી)(જે-૨),૬ મુજબ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.