Thursday, April 24, 2025

મોરબીનાં અઢી વર્ષ પુર્વેના વાહનચોરીના ગુન્હાના આરોપીનેં શોધી કાઢતી ટંકારા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હોય જેમાં સર્કલ પીઆઈ એચ. એન. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ટંકારા પોલીસ મથકમાં ડીટેઈન થયેલ એકટીવા નં. જીજે-૩૬-કે-૦૭૨૭ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયેલ હોય અને એકટીવા મોટરસાયકલ ડીટેઈન કરેલ તે ચાલક શૈલેશ ઉર્ફે સંજય મોહન પરમાર (ઉ.વ.૨૪, રહે વીરપર તા. ટંકારા) વાળાની પૂછપરછ કરતા એકટીવા મોટરસાયકલ અંગે કોઈ આધાર પુરાવા ના હોય જેથી ટંકારા પોલીસે અઢી વર્ષ જુના મોરબી સીટી એ ડીવીઝનના વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

આ કામગીરીમાં ટંકારા પીએસઆઈ બી. ડી. પરમાર, એએસઆઈ માવાભાઈ સવાભાઇ, ફારૂકભાઈ યાકુબભાઈ, સર્વેલન્સ સ્કોડનાં પો.હેડકોન્સ. નગીનદાસ જગજીવનદાસ, વિજયભાઈ નાગજીભાઈ, પો.કોન્સ. ખાલીદખાન તથા લોકરક્ષક પારૂલબેન ભીખાભાઈ સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

Related Articles

Total Website visit

1,502,296

TRENDING NOW