મોરબીમાં વર્ષો સુધી સેવા આપી મોરબી જીલ્લાને વિવિધ આયામો થકી ગતિશીલ બનાવવા કાર્યરત અધિક કલેક્ટર કેતનભાઈ જોષીની બદલી થતાં તેઓનો વિદાય સમારંભ પરશુરામ ધામ ખાતે યોજાયો હતો. આ અવસરે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના અગ્રણી ડો.અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, કિશોરભાઈ શુક્લ, નિરજ ભટ્ટ, નિખીલભાઈ જોષી, મુકુંદભાઈ જોષી, નવનિત ભાઈ મહેતા, આર. કે. ભટ્ટ, મનોજભાઈ પંડ્યા સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હસુભાઈ પંડ્યાએ જોષી સાહેબની સુદિર્ઘ કારકિર્દીને બિરદાવી હતી. તો ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ તેમની સેવાઓ, કાર્યદક્ષતા અને મોરબી પ્રત્યેના લગાવને યાદ કર્યો હતો. તેમજ શાલ, પુસ્તક, પુષ્પહાર, પુષ્પગુચ્છ અને ખેસથી સન્માનિત થયેલા કેતનભાઈ જોષીએ પોતાનો પ્રતિભાવ આપતાં પોતાના સંસ્મરણો વાગોળી અને વિવિધ આગેવાનો સાથેની આત્મીયતાને યાદ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ અને પ્રભાવી સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યુ હતું.
