માળિયા (મિં) તાલુકાના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની નાં પાડતા જેવી નજીવી બાબતે ચાર શખ્સોને યુવાનને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા (મિં) પોલીસ મથકે નોંધાઈ છે
માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા ક્રિપાલસિંહ વિસુભા જાડેજાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ખેતરમાં આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા તેની ગાડી ચલાવતા હોય જેથી ફરિયાદી ક્રિપાલસિહે ગાડી ચલાવવાની નાં પાડતા જે બાબતનો ખાર રાખી આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને મજબુત સિંહ બળવંતસિંહ જાડેજા (રહે.બધા મોટા દહીસરા)એ ફરિયાદી ક્રિપાલસિંહને ગાળો આપી લોખંડના પાઈપ વડે માર મારી પગમાં માર મારી ફેકચર જેવી ઈજા કરી લોખંડના પાઈપ વડે વાસામાં હાથમાં માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એન.એચ.ચુડાસમા ચલાવી છે.