મોરબી: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના પ્રકલ્પો થકી રાજ્યના નાગરિકોને વિવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
બીજા દિવસે યોજાયેલ સંવેદના દિવસે ઉપસ્થિત રહેલા મોરબીના ગીરીશભાઇ કકાશણીયાએ જણાવ્યું હતું. કે, મારા ભાઈ આર.ડી.સી. બેંકમાં સર્વિસ કરતા હતા. તેનું કોરોના લીધે અવસાન થતાં તેના બે પુત્રો રુદ્ર અને રાહી કકાશણીયાની જવાબદારી પણ મારે સંભાળવાની છે. જોકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજના બહાર પાડી છે જેમાં બન્ને બાળકોને બે-બે હજાર રૂપિયાની સહાય થકી હવે તેઓ ભવિષ્યમાં સારી રીતે ભણી-ગણીને આગળ વધી શકશે. આ યોજનાનો તાત્કાલીક અમલ કરવા બદલ હું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.