ટંકારા તાલુકાની મિતાણા ચોકડીથી નેકનામ પર જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં લોડર મશીન અને દિવાલની વચ્ચે દબાઇ જવાના કારણે બે મહિલાઓને મોત નીપજ્યા છે.
ટંકારા તાલુકાના મીતાણા ચોકડીથી નેકનામ જવાના રસ્તા પર આવેલ એન્ટીટી રોક એલ.એલ.પી જીપ્સન બોર્ડ નામના કારખાનામા લોડરની સુપડીમાં માટી નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે લોડર દિવાલ આવી જતા લોડર અને દિવાલની વચ્ચે દબાઇ જવાથી સુકલીબેન શૈલેષભાઈ ધાણકને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને કમલાબેન શાંતિલાલ બામન ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હોય જ્યાં સારવાર દરમિયાન બનેના મોત નીપજ્યા છે. આ અકસ્માતના લીધે બે પરણિતાના મોત થયા છે અને ટંકારા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની વધુ તપાસ એમ.પી.ચાવડ ચલાવી રહ્યા છે.