મોરબી માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક બે ટ્રક સામસામે અથડાતા એક ટ્રક ચાલક અને ક્લીનરને ઇજાઓ પહોંચી છે. જયારે અકસ્માત સર્જી અન્ય ટ્રક ચાલક નાસી છૂટતા મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયાથી આગળ ટ્રક ટ્રેઈલર નં- GJ–12 BW– 7890ના ચાલકે ગોળાઈમાં કટ મારતા સામેથી આવતા ફરિયાદીના ટ્રક ટ્રેઇલર નં RJ– 52–GA–2415 સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ટ્રક ચાલક કિશનલાલ મહાબીર નાયક, (રહે. નાંન્સી ગામ તા-પિનાઇલ જીલ્લો-અજમેર (રાજસ્થાન) અને કલીનર હરલાલ કરણારામને ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રક રેઢું મૂકી નાસી છૂટતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.