માળીયા શહેરમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો.
માળિયા શહેરના જુના રેલ્વે સ્ટેશન નજીક વરલી મટકાનો જુગાર રમતો. એક ઈસમ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા શહેરના જુના રેલવે સ્ટેશન નજીકથી પોલીસે મહમદ અલ્લારખાભાઈ જેડા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 570 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.