Friday, April 11, 2025

માળીયા વિસ્તારમાંથી લોખંડના સળિયા ચોરી કરનાર ઈસમને પોલીસે ઝડપી પાડયો

Advertisement
Advertisement
Advertisement

માળીયા વિસ્તારમાંથી લોખંડના સળિયા ચોરી કરનાર ઈસમને પોલીસે ઝડપી પાડયો

માળીયા (મી): માળીયા મીયાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાથી લોખંડના સળીયા ચોરી કરી જનાર એક ઇસમને ગણતરીના કલાકોમા માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.

પોલીસ સ્ટાફ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે માળીયા મી પોસ્ટે એ.પાર્ટ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબ જાહેર થયેલ ગુન્હાનો શકમંદ ઇસમ મોટા દહિસરા નવલખી રોડ ઉપર બાલાજી હોટલની પાછળ આવેલ શ્રીજી શીપીંગના પ્લોટમાંથી ચોરી કરેલ લોખંડના સળીયા પોતાનુ વાહન છોટાહાથી રજીસ્ટર નં. GJ-20- X- 5192 માં ભરીને નીકળનાર હોય જેથી વોચ તપાસમાં રહી પીપળીયા ચાર રસ્તા થી મોટા દહીંસરા જવાના રસ્તા પર વાસુકી કોલ સામે બાતમી મુજબનુ વાહન આવતા તેને રોકી પુછપરછ કરતા ચોરીના ગુન્હાની કબુલાત આપતા આરોપી પ્રવિણભાઇ રામજીભાઇ કણઝારીયા ઉ.વ. ૩૭ રહે ધુંવાવ તા.જી. જામનગર અટક કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ સમરથસિંહ જે.ઝાલા ચલાવી રહેલ છે.

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW