માળીયા (મી.) પોલીસ મથકના પ્રોહી.ના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી ઝડપાયો.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તેમજ નાઇટ રાઉન્ડ દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે માળીયા મીયાણા પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહી કલમ-૬૫એઇ, ૧૧૬બી, ૮૧,૯૮(૨) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી પીરાભાઇ જોધાભાઇ ભરવાડ ઉ.વ.૩૫ રહે. હરીઓમ પાર્ક બ્લોક નં- ૧૧૨ મોરબી-હળવદ હાઇવે વીપુલભાઇ ભરવાડના મકાનમાં તા.જી.મોરબી મૂળ રહે.રાપર પાવર હાઉસ વિસ્તાર તા.રાપર જી.કચ્છ ભુજ વાળાને તા.૪/૦૪/૨૩ ના રોજ ઘુંટું ગામ નજીક હરીઓમ પાર્ક બ્લોક નં-૧૧૨ મોરબી-હળવદ હાઇવે વીપુલભાઇ ભરવાડના મકાન ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.