મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયાના સરવડ ગામે ભનાભાઈ રમેશભાઈ પટેલની વાડીએ રહેતા અનીતાબેન શોભારામ ડામોર (ઉ.વ.૧૫) તથા તેનો ભાઈ રાકેશ તથા તેના ભાભી એમ ત્રણેય જણા સરવડ ગામની સીમમાં ભનાભાઈ રમેશભાઈ પટેલની વાડીએ દવા છાંટતા હોય ત્યારે અનીબેન નામની સગીરાને ઝેરી દવાની અસર થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોય ત્યાંથી વધું સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવારમાં હોય જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે માળિયા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.