Friday, April 18, 2025

માળીયા મી. ના બગસરા ના સરપંચે ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવેલ મીઠા ઉત્પાદન માટે અને સરકારી જમીન પર કરેલી પુર્વ માપણી ની તપાસ કરવા રજૂઆત કરી

Advertisement
Advertisement
Advertisement

માળીયા મી તાલુકાના બગસરા ગ્રામ પંચાયત ના સરપંચે ગામ ની હદ માં મીઠા ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવેલ મીઠા ઉત્પાદન માટે અને સરકારી જમીન પર કરેલી પુર્વ માપણી ની તપાસ કરવા આજ રોજ મોરબી જીલ્લા કલેકટર સાહેબ ની કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી તેમજ મહેસૂલ વિભાગ અને મુખ્ય મંત્રી કાર્યલય લગત રજુઆત પોસ્ટ દ્વારા કરી અને જેમાં ગામ ની હદ માં અને સરકારી જમીન તેમજ દરીયાકાંઠે આવેલ નીલ સર્વ નંબર માં મુળ એક મીઠા ઉદ્યોગપતિ દ્વારા કરેલી અલગ અલગ નામ રાખી તેમજ મીઠા ઉદ્યોગપતિ લીજ અને હુકમો મેળવવા ના ઈરાદે આવી અને પુર્વ માપણી કરાવી રાખી છે જેથી ગામ ના સ્થાનિક અને અગરીયાઓ ને માત્ર ઓવરલેપ બતાવી ને તેમની પુર્વ માપણી ઓ અને અરજીઓ દફતરે કરવામા આવે છે અને સરકાર ના પરિપત્ર અને તારીખ 18/07/2018 ઠરાવ મુજબ સરકારી જમીન કોઈ એક વ્યક્તિ ને કે એક કંપની ને મળે તેવું પરીપત્ર માં ઉલ્લેખ છે જ્યારે આવી અલગ અલગ કરેલી પુર્વ માપણી ની તપાસ કરવા અને સ્થાનિક ગામ લોકો ની પુર્વ માપણી મુજબ તાજેતરમાં કરેલી અરજીઓ માં માત્ર ઓવરલેપ બતાવી ને દફતરે કરેલ છે તેને આગળ ફોરવર્ડ કરવા અને ગામ ની હદ માં મીઠા ઉદ્યોગપતિ ની કરેલી પુર્વ માપણી ની તપાસ કરી ને ન્યાય કરવા તેવી લેખિત રજૂઆત કરવામાં આવી

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW