માળીયા (મીં) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા તાલુકાના ફતેપરા ગામના પાટીયા પાસેથી આરોપી ઇકબાલભાઇ કાદરભાઈ જામ (ઉ.વ.૧૯) રહે. વીસીપરા અમુલ ડેરી પાસે મોરબીવાળો શંકાસ્પદ જણાતા તલાશી લેતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક (કટ્ટો) નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.