માળીયા મી તાલુકાના મોટાભેલા ગામ ના યુવાન આર્મી ની ટ્રેનીંગ પુર્ણ કરી ધરે પરત આવતા ભવ્ય સ્વાગત નો કાર્યક્રમ યોજાયો
જેમાં જાણવા મળતી માહિતી અનુસાર માળીયા મી તાલુકાના મોટાભેલા ગામ ના યુવાન એવા મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈ ના આર્મી ની ટ્રેનીંગ પુર્ણ કરી આજે પીપળીયા ચાર રસ્તા થી મોટાભેલા ગામ સુધી ભવ્ય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામ વાસીઓ તથા સગા સંબંધીઓ દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ગામ ની નામ રોશન કરનાર ગામ વાસીઓ ભારત માતા કી જય વંદેમાતરમ્ ના નારા સમગ્ર ગામ માં સેરી ગલી એ ગુંજી ઉઠ્યા હતા અને આ તકે ગામ પંચાયત ના સરપંચ તેમજ સમગ્ર ગામ વાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફુલોનુ વરસાદ કરી ને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામ સમસ્ત તથા બહાર થી આવેલા તમામ મહેમાનો માટે સમાજ વાળી એ જમણવાર કરાવેલ હતું તેમજ તેમના માતા પિતા ને સલામી આપી ને ગર્વ ભેર ભેટી પડ્યા હતા ને આ કાર્યક્રમ યોજાયો હતો