માળીયા મી તાલુકાના બગસરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવતાઓને નળતર રૂપ વાયર અને પોલ ની કામગીરી માટે વિનામુલ્યે કામ કરી આપવા કરાઈ રજુઆત
આજ રોજ માળીયા મી તાલુકાના બગસરા ગામ પંચાયત દ્વારા પી જી વી સી એલ કચેરી પીપળીયા ચાર રસ્તા પેટા વિભાગ માં ગામ માં મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય ના મકાન ના લાભાર્થીઓને તેમની માલીકી ની જમીન માં મકાન નું કામ ચાલુ હોય અને ફળીયા વચ્ચે નિકળતા તાર વાયર અને નવા પોલ માટે લાભાર્થી ઓ અનેક લેખીત રજુઆત કરી હતી અને ઓફિસ ના સ્ટાફ દ્વારા પૈસા અને ફી ભરો તેવી મોખીક કહેતા હોય છે અને ગામ ના લાભાર્થીઓને ધરમ ના ધક્કા અને કોઈ ઓફીસ માં જવાબ દેતા નથી તેવી વાત કરતા આજે ફરીવાર ગામ પંચાયત દ્વારા અગાઉ અનેક લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો તે મુજબ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે કે આવા નાના અને ગરીબ માણસો ને કોઈ ફી કે પૈસા માં માફી આપવા અને તેમને મકાન માં નળતર રૂપ વાયર અને બીજી જગ્યાએ જતા નવા પોલ માટે લાભાર્થી ને વિનામુલ્યે કામગીરી કરવા માટે આજ રોજ ગામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી