માળીયા મી તાલુકાના બગસરા ગામ પંચાયત કચેરી એ અધિકારી એ કરી મુલાકાત. મોરબી જીલ્લા તંત્ર દ્વારા આજરોજ માળીયા મી તાલુકાના બગસરા ગામે મુલાકાત કરી હતી અને મળતી માહિતી અનુસાર ગામ પંચાયત કચેરી ખાતે સમસ્યા વિશે માહિતી સાંભળી હતી અને બગસરા પ્રાથમિક શાળા ની તેમજ આંગણવાડી ની મુલાકાત કરી હતી આ તકે ગામ ના તલાટી કમ મંત્રી તથા ગામ પંચાયત ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ અધિકારી એ ચાદીપુરા વાઈરસ નો ફેલાવો નો થાય તે માટે સ્વછતા જાળવણી કરવી અને પાણી ભરેલા ખાડા માં ભુકી નાખી દેવા સુચનો આપ્યા હતા અને ગામ પંચાયત દ્વારા તેમજ ગામ ના અગ્રણી એ તંત્ર ને અનેક રજુઆત કરી ને સમસ્યાઓ નો ઢગલો થઈ ગયો હતો જેમાં (1) પીવાનુ પાણી પુરતુ આવતું નથી (2) ભાવપર થી બગસરા ગામ ને જોડતો રસ્તા ભયંકર હાલત અને ખાડા પડી ગયા છે (3) ગામ ના વિધાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે તેમના સમયે એસ ટી બસ ની સુવિધા આપતા માં આવે (4) ગામ માં જુની જર્જરીત પાણી ના સંપ અને ઊચી ટાંકી છે પડસે તો કોની જવાબ દારી કોની (5) ગામ માં વીજતંત્ર દ્વારા નીયમીત વિજળી મળતી નથી અને રજુઆત કરવા છતાં પી જી વી સી એલ કચેરી પીપળીયા દ્વારા ગામ માં શાળા ઉપર ખુલા તાર અને પ્લોટ વિસ્તાર માં નવા પોલ નાખવા અને જર્જરીત પોલ બદલાવવા આવે (6) બગસરા ગામ પંચાયત ની હદમાં આવતી સરકારી પડતર ખરાબા અને ગોચરમાં માં મીઠા ઉદ્યોગપતિ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે મંજૂરી વગર રસ્તા બનાવી લીધેલા છે તેમના મીઠા ભરેલા ટ્રકો ચલાવવા માટે ઓવરલોડ ભારે વાહનો અને તાલપત્રી વગર ચાલતા ને બંધ કરવામાં આવે (7 ) બગસરા ગામ ની હદ માં સરકારી જમીન હોય કે ખરાબાની જમીન કે પછી ગોચર ની જમીન માં મીઠા ઉદ્યોગપતિ દ્વારા ગેરકાયદેસર રીતે કબજા કરી દબાણ દૂર કરવા અનેક રજૂઆતો કરી પણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી થયેલ નથી (8) બગસરા અને ભાવપર ના હોકળા નું પાણી નિકાલ માટે મીઠા ઉદ્યોગપતિ દ્વારા મોટા પાળા બનાવી ને પાણી નો નિકાલ માટે અવરોધ ઊભો થાય તેમ છે (9) ગામ જનો ને મોબાઈલ ઈન્ટરનેટ ની સેવા પુરતી મળતી નથી (10) ગામ સભા માં થયેલા ઠરાવો ની કોઈ લાગુ પડતાં તંત્ર અમલ કરતા નથી