માળીયા (મી): માળીયા (મી) નાં ખાખરેચી ગામેની સીમમાં આવેલ એકઝોરા સીરામિક કારખાનાની છત પરથી આધેડ પડી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા(મી) પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) ખાખરેચી ગામેની સીમમાં આવેલ એકઝોરા સીરામિક કારખાનામાં રહેતા સુરેન્દ્ર ગંગારામ પટેલ (ઉ.વ.૪૭.મુળ રહે. ઇમલીયા ગામ. મધ્યપ્રદેશ) ગઈ કાલના રોજ એકઝોરા સીરામિક કારખાનાની છત પર રાત્રીના સુતો હોય ત્યારે કોઈપણ સમયે છત પરથી પડી જતાં મોત નિપજ્યું હતું. જેની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે માળીયા (મી) સીવીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. આ બનાવ અંગે માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલ છે