માળિયા મિયાળા પોલીસ સ્ટાફ એ વિહ વિસ્તારમાંથી હાથ બનાવટના હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા મીંયાણા તાલુકાના વિહ વિસ્તારમાં આવેલ જલાઉદીન હારૂનભાઈ કાજેડીયાના ખેતરના શેઢે બાવળની કાંટમા આરોપી તૈયબ જલાઉદીન વાળો પોતાના ખેતરના શેઢે બાવળની કાંટામા હાથ બનાવટનું હથિયાર છુપાવી રાખેલ છે મળેલ બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા આરોપી તૈયબભાઈ જલાઉદીનભાઈ કાજેડીયા ઉ.વ.૨૪ રહે. કાજરડા ગામ તા.માળીયા મીંયાણાવાળા પાસેથી એક દેશી બનાવટની સિંગલ બેરલની જામગરી (હથિયાર) બંદુક નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/- મળી આવતા હથિયાધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.