આજરોજ તારીખ 10-11-2024 ને શુક્રવારના રોજ માળિયા મીયાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના તાબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર ખાખરેચી-2 ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર જુના ઘાંટીલા(આયુર્વેદિક)ડો.એ.એ. સેરસિયા સર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાખરેચી 2 ના સ્ટાફના સહયોગથી આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.
આયુષ્માન આરોગ્ય મંદિર જુના ઘાંટીલા (આયુર્વેદિક) તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાખરેચી-2 ખાતે આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આયુર્વેદિક નિદાન તથા સારવાર માટે ડો.એ.એ. સેરસિયા સર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી અને આયુષ્માન આરોગ્ય મંદિર ખાખરેચી-2 માંથી Phc-આયુષ મેડિકલ ઓફિસર ડો. દીપિકા મેડમ, Fhs – નીરૂબેન નિનામા તથા CHO ,MPHW,FHW, અને આશા વર્કરે હાજરી આપેલ હતી.
આ શિબિરમાં આયુર્વેદિક નિદાન તથા સારવાર, NCD સ્ક્રીનીંગ, NVBDCP,ANC -PNC ચેક અપ, ટીબી વગેરે પ્રોગ્રામને લગત કામગીરી તથા આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ ને લગત જુદી જુદી કામગીરી કરવામાં આવેલ હતી જેમાં ઉપર મુજબની જુદી જુદી સેવાઓમાં કુલ 154 દર્દી તથા લાભાર્થીએ લાભ લીધો હતો.