હવે ચોરો એ તો ભેંસને પણ ના મૂકી, જિલ્લામાં અવારનવાર સોના ચાંદી તેમજ રોકડા રૂપિયા ની ચોરી થવાના કિસ્સા સામે આવતા હોય છે પરંતુ માળીયા મિયાણાના ખાખરેચી ગામે બે ભેસ ચોરી થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે માળીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા બળદેવભાઈ માત્રાભાઈ શિયાર (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદની માલીકીની ભેંસ (જીવ) નંગ -૦૨ કિં રૂ. ૧,૪૦,૦૦૦ ની વાડામાં બાંધેલ ભેંસ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.