માળીયા (મી)નાં વવાણીયા ગામથી ચમનપર ગામ તરફ જવાનાં રસ્તે છરી સાથે ૩ શખ્સોને માળીયા (મી) પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામથી ચમનપર ગામ તરફ જવાનાં રસ્તે આરોપી વીરમભાઈ નુરાલીભાઈ મોવર (રહે. ત્રણ રસ્તા પાસે માળીયા(મી),સદામભાઈ રમજાનભાઈ કટીયા (રહે. ઇમામના ડેલા પાસે માળીયા (મી) તથા અવેશભાઈ અલ્લારખાભાઈ માલાણી (રહે. વિશાલ હોટલની બાજુમાં માળીયા (મી) ત્રણે શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા માળીયા (મી) પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.