માળીયા (મી) નાં સરવડ ગામે છરી સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) નાં સરવડ ગામે આરોપી અરવીંદભાઈ રણછોડભાઈ પરમાર (ઉ.વ.૨૩. રહે. સરવડ) વાળાની તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.