સુલતાનપુર વાધરવા વચ્ચે પસાર થતી કેનાલમાં ઘોડીના મૃતદેહની તંત્રને જાણ થતા જ જેસીબી દ્વારા ઘોડીને બહાર કાઢવા કામગીરી હાથ ધરી બહાર કાઢી અંતિમક્રિયા કરાઈ
માળીયામિંયાણા નર્મદા બ્રાંચ કેનાલમાં છેલ્લા પાંચેક દિવસથી ઘોડીનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સુલતાનપુર ગામના સરપંચને થતા તુરંત સ્થળ ઉપર દોડી ગયા હતા જ્યા વાધરવા અને સુલતાનપુર વચ્ચે પસાર થતી કેનાલમાં દરેડીયા નાલા પાસે કેનાલના સાઈફન પાસે કોહવાયેલ ગયેલી હાલતમાં ઘોડીનો મૃતદેહ પડ્યો હોય સુલતાનપુર સરપંચ ભાવેશભાઈ વિડજાએ આ અંગે જેતે જવાબદાર તંત્રને જાણ કરતા છેલ્લા પાંચેક દિવસથી પાણી અંદર પડેલી ઘોડીને બહાર કાઢવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી. અને જેસીબી દ્વારા કેનાલમાંથી ઘોડીના મૃતદેહને બહાર કાઢી ખાડો ખોદીને ઘોડીની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે, માળીયા બ્રાંચની કેનાલનુ પાણી ખીરઈ સંપમાં જતુ હોય તેમાં પણ વાધરવા પાસેની સીમ વિસ્તારમાં કેનાલમાં આ મૃતદેહ પડ્યો હોય સંપ નજીક હોય સમયસર આ મૃતદેહ બહાર નહી કાઢવામાં આવ્યો હોત તો મૃતદેહના ગંદા પાણી સપ્લાય થાય તે પહેલા જ સમયસર તંત્રને જાણ કરતા આ કામગીરી ત્વરીત કરી ઘોડીને બહાર કાઢી અંતિમક્રિયા કરી હતી.