માળીયા મિંયાણાના વેણાસર ગામના જાગૃત નાગરિક અને માળીયા તાલુકા ખેડુત હિત રક્ષક સમિતિમાં મીડિયા કન્વીનર તરીકે ખેડુતોના પડતર કે અણઉકેલ પ્રશ્નોને વાચા આપી જાગૃત રહેતા પ્રભાતભાઈ ડાંગરનો આજે જન્મદિવસ છે. તેઓ વેણાસર ગામના જાગૃત નાગરિક અને ચમકતા હિરાની જેમ ઉભરી આવીને તાલુકા પંથકમાં સારી એવી નામના મેળવી છે તેઓ શાંત સુશીલ અને નિખાલસ સ્વભાવના હોય લોકો અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરી ધ્યાનપૂર્વક પ્રશ્નોને સાંભળી વાચા આપે છે.
તેમજ આ વિસ્તારમાં કેનાલમાં નહીવત પાણીના પ્રશ્નોને પણ તેઓએ ખેડુતો સાથે ખંભેખંભો મિલાવી ગાંધીનગર સુધી પાણી પ્રશ્નોને ગુંજતા કર્યા છે. ત્યારે આજે તેઓ સફળતાના શિખર સર કરી જિંદગીના વધુ એક વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. હરહંમેશ ખડે પગે રહી નીડર નિષ્પક્ષ કામગીરીથી તેઓની લોકચાહના ઉડીને આંખે વળગે તેવી છે. તેઓ હંમેશા અગ્રેસર રહી ખેડુતોના પ્રશ્નોમાં પ્રાણ પુરે છે.
જેથી આજરોજ તેઓના જન્મદિવસે સહપરીવારે જન્મદિવસની શુભકામના પાઠવી લાંબી ઉંમરની દુઆ સાથે જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમજ તેઓને બહોળા ખેડુત વર્ગમાંથી મિત્ર સદસ્યો વડીલો સહીત નામી અનામી મિત્રો દ્વારા વહેલી સવારથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને ફોન પર શુભકામનાઓનો વરસાદ વરસાવી તેઓના હિતેચ્છુઓ જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.