માળીયા (મિં)ના નવા રેલ્વે સ્ટેશન નજીક ફુઈની દીકરીનું ઘર ભંગાવેલ તેમ કહી બે શખ્શોએ યુવાન પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને માળિયા (મિં) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળિયાના નવા રેલ્વે સ્ટેશન નજીક રહેતા રફીકભાઈ હનીફભાઈ ભટી (ઉ.૨૪)એ આરોપી સલમાન ઓસમાણભાઈ માણેક અને અલીઅકબરભાઈ અમીનભાઈ માણેક સામે માળિયા (મિં) પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી છે કે, ગત તા.૦૩ના રોજ રફીકભાઈને કહેલ કે તે કેમ અમારી ફુઈની દીકરી નુરજાબેનનું ઘર ભંગાવેલ છે. તેમ કહી જેમફાવે તેમ ભુંડાબોલી આપી આરોપી સલમાન માણેકએ ફરિયાદીને જમણા પગમાં લોખડની ડાંગ વડે માર મારી ફેકચર જેવી જ કરી આરોપી અલીઅકબરભાઈએ બંને હાથમાં લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી બન્ને આરોપી વિરૂધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.