ગોપાલ ઠાકોરે સહપરિવાર સાથે જન્મદિવસની સાદાઈથી ઉજવણી કરી નામી અનામી મિત્રોએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો
માળીયામિંયાણાના યુવા પત્રકાર ગોપાલ ઠાકોરનો આજે જન્મદિવસ છે. તેઓ મોરબી માળીયા વિસ્તારમાં ગુજરાતની અસ્મિતા ન્યુઝ અને લાઈવ ગુજરાત ચેનલમાં યુવા પત્રકાર તરીકે નીડર નિષ્પક્ષ રીતે પત્રકારત્વમાં સતત એકટીવ રહી ફરજ બજાવે છે. તેઓએ નાની ઉંમરે મોટી લોકચાહના સાથે સારી નામના મેળવી જાણીતા એડવોકેટ અને પત્રકાર રજાક બુખારી સાથે લોકપ્રિય બન્યા છે. ગોપાલ ઠાકોર લાગણીશીલ અને સુશીલ શાંત સ્વભાવના હોય જે હંમેશા સૌની સાથે હળીમળી રહે છે.
ત્યારે આજે તેમના જન્મદિવસે મિત્ર સર્કલ પરીવારજનો અને સગાવ્હાલા અને હિતેચ્છુ દ્વારા લાંબી ઉમ્રની દુઆ સાથે જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના પાઠવી હતી. તેમજ પરીવારની અને પપ્પાની લાડકી જેન્સી અમ્રિતા સાથે મમ્મી રીનાબેન જયેશ ઠાકોર મમ્મી અને નયન પ્રિન્સી ઠાકોર સહીતના પરીવારજનો સાથે કોરોના મહામારીને ધ્યાને લઈને સાદાઈથી ઉજવણી કરી હતી. તેઓના ખાસ મિત્ર પત્રકાર એન્ડ એડવોકેટ રજાક બુખારી સાથે સોનપરી અને ખીરઈના સરપંચ મહંમદભાઈ બુખારીએ ખાસ શુભકામના પાઠવી હતી તેમજ સતત એકટીવ રહેતા ગોપાલ ઠાકોરને તેમના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર નામી અનામી મિત્રો દ્વારા શુભકામનાઓનો ધોધ વરસાવી તેમના મોબાઈલ ૯૯૧૩૫ ૦૪૬૫૭ નંબર પર વડીલ વર્ગ અને આગેવાનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.