ખેડુતોએ ખેતરમાં પાળા વાળી દીધા પણ કેનાલમાં પાણી નથી
માળીયા નર્મદા બ્રાંચ કેનાલ તળીયા ઝાટક છેવાડાઓના ગામડા સુધી પાણી પહોંચાડવા તંત્ર ઊંધામાથે રજુઆતો અને વારાબંધીના જાહેરનામા બાદ પણ પરીણામ શુન્ય
માળીયામિંયાણા નર્મદા બ્રાંચ કેનાલ તળીયા ઝાટક થઈ જતા ખેડુતો ઉપર પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે આ વિસ્તારના ૧૦થી વધુ ગામડાઓના ખેડૂતોએ કેનાલના પાણી આધારિત આગોતરા વાવેતર કરી મુકી દીધા છે પરંતુ જુનમાં માત્ર કહેવા પુરતા વાવણી જોગ વરસાદ બાદ આજદીન સુધી માત્ર ઝાપટા જ પડ્યા છે.
જેના કારણે આ વિસ્તારમાં ૪૫ ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળે છે જેથી ઉભા ખરીફ પાકોને હાલ પિયતની તાતી જરૂરિયાત હોય એક બાજુ વરસાદ ખેંચાયો તો બીજી તરફ ખરા સમયે માળીયા બ્રાંચ કેનાલ તળીયા ઝાટક થઈ જતા ખાખરેચી કુંભારીયા જુનાઘાંટીલા વેજલપર વેણાસર સુલતાનપુર ખીરઈ સહીતના ગામડાઓ કે જે કેનાલના પાણી ઉપર નિર્ભર હોય મગફળી કપાસ તલ જેવા પાકોને પાણીની તાતી જરૂરિયાત ઉભી થતા નર્મદા બ્રાંચ કેનાલ આશીર્વાદરૂપ અને પાકમાં પ્રાણ પુરે એવા કેનાલના આ પાણી વહેલી તકે આપવા માંગ ઉઠી રહી છે.
અને ઠેરઠેર રજુઆતોનો ધોધ વહી રહ્યો છે. છતા તંત્ર ભરનિદ્રાંમાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેમજ નર્મદા સિંચાઈ વિભાગ દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોચે તેવા હેતુસર વારાબંધીનુ જાહેરનામુ બહાર પાડ્યુ છે છતા આજદીન સુધી પાણી ન પહોચતા આ વિસ્તારના ખેડુતો હવે તો ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે અને ખેડુતોએ ખેતરમાં પાળા વાળી દીધા પરંતુ પાણી વિના ખેડુતોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે જેથી ઠેરઠેર ખેડુતોમાં પાણીનો પોકાર ઉઠતા સ્થાનીક કોંગ્રેસના આગેવાન અને ૯ ખાખરેચી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયાએ કેનાલમાં તાત્કાલિક પાણી આપવા સિંચાઈ વિભાગને રજુઆત કરાઈ છે.