Friday, April 4, 2025

માળીયા ના બગસરા ગામે વ્યાજખોરો એ ૧ લાખ આપી કોરા ચેક પડાવી લીધા

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા (ઉ.વ.૩૮) એ આરોપી દેવશીભાઇ લાલજીભાઇ સરડવા રહે. સરવડ તા. માળીયા (મીં) વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી પાસેથી રૂપીયા ૯૦ હજાર ૫ ટકા લેખે વ્યાજે લીધેલ તે પેટે ફરીયાદીએ આરોપીઓને ૧ લાખ ૧૩ હજાર વ્યાજ સહીત આપવા છતા આરોપીએ વધુ ૬૫ હજાર રૂપીયા આપવાની માંગણી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી બળજબરી પુર્વક કોરા ચેકમા સહી લઇ કોરો ચેક પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW